ઉમિયા દુઃખ હરે મા ઉમિયા દુઃખ હરે, આવ્યો શરણ તમારા (૨)

બાળક દ્વાર પરે મા ઉમિયા…. તુ અમ્બા, તુ તુલજા

તુ અમ્બા તુ તુલજા, તુ બહુચર-બાળી (૨) તુ ભુવનેશ્વરી માઈ (૨)

જયા વિજયા કાળી મા ઉમિયા…. તુ લક્ષ્મી, સાવિત્રિ

તુ લક્ષ્મી સાવિત્રિ, તુ રાધે-સીતા (૨) તુ ગંગા ગાયત્રી (૨)

તુ ગૌરી ગીતા મા ઉમિયા…. આદ્યા શક્તિ નારાયણી

આદ્યા શક્તિ નારાયણી, તુ મંગલ-દાતા (૨) બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨)

ગુણ તારા ગાતા મા ઉમિયા…. માનો મંડપ લાલ-ગુલાલ

માનો મંડપ લાલ-ગુલાલ, શોભા બહુ સારી (૨) દરશન કરવા આવે (૨)

અગણિત નર-નારી મા ઉમિયા…. ભવ ન જાનું ભક્તિ ન જાનું

ભવ ન જાનું ભક્તિ ન જાનું, નવો જાનું સેવા (૨) વ્રજપાલસિંહને રાખ્યા (૨)

ચરણે સુખ દેવા મા ઉમિયા…. ઉમિયા માની આરતી

ઉમિયા માની આરતી જે કોઇ ગાશે,

જે ભાવે ગાશે ભણે રતિરેવના (૨)

સુખ-સંપત્તિ થાશે હર-કૈલાસે જશે

મા ઉમિયા…. ઉમિયા દુઃખ હરે

ઉમિયા દુઃખ હરે મા, ઉમિયા દુઃખ હરે

આવ્યો શરણ તમારા બાળક દ્વાર પરે

મા ઉમિયા….

श्री उमिया मां की आरती - Umiya Maa Aarti

Umiya Maa Aarti - श्री उमिया माँ की आरती

Download Umiya Maa Ni Aarti PDF