।। દોહા ।।
આદ્યશક્તિમાં ઉમિયા તું છે
પરાશક્તિમાં ઉમિયા તું છે
શિવશક્તિમાં ઉમિયા તું છે
પ્રાણશક્તિમાં ઉમિયા તું છે
।। ચોપાઈ ।।
સકલ વિશ્વની સર્જનહારી પ્રાણી માત્રની પાલનહારી
મમતા મહિમા થાતો પ્યારી કરુણા કરે બ્રહ્મા સર્જન
શક્તિ વાંચે વિષ્ણુ તવ નવ શક્તિ આંચે મહેશ તવ
શક્તિ પર રાજે તવ શક્તિ વિન જગત ન ચાલે
ઉમિયા તું છે વેદની વાણી ઋષિમુનિઓએ તુજને જાણી
પુરાણોએ પણ તને વખાણી સંતો ભક્તોએ પણ માની
જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં
જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં
માં અભિમાન દેવોને આવ્યું ઉમિયા તે તડખું બતાવ્યું
પણ કોઈનો માથા ન આવ્યું સ્વશક્તિનો માન કરાવ્યો
વસ્ત્ર આભૂષણ તન પર શોભે શસ્ત્ર તારા કર્મા શોભે
શોભા અનૂપમ તારી હોય રૂપ મનોહર ત્રિભુવન મોહે
અવતાર દક્ષ ઘર આવી ઉમિયા મા તું સતી કહવાઈ
કરીઓ તપ તે કષ્ટ ઉઠાવી શંભુને તે લીધા બનાવી
યજ્ઞમાં સર્વે દેવો બોલાવ્યા દક્ષે શિવને ના બોલાવ્યા
તારી આંખમાં અશ્રુ આવ્યા યજ્ઞમાં તે હોમી કાયા
જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં
જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં
ક્રોધિત શંકર શરીર ઉઠાવ્યું શિવ તાંડવથી જગ અકળાયું
ત્યારે હરિએ ચક્કર ચલાવ્યું શિવના મનને તીર્થ બનાવ્યું
ગિરજા થઈને ગિર ઘેર આવી નેવતીએ મૂળમાં સમાવી
પિતાએ તુજને બોધ ઉઠાવી પર્વત સુતા પાર્વતી કહેવાઈ
શિવને વરવા પ્રણતે લીધું અપરણા બહુ તપતે કીધું
શિવનું મનતે જીતે લીધું શિવાની લીધું વિધવિધ રૂપે
માં તું આવી 51 શક્તિ પીઠે સમાઈ ઉમિયા રૂપે
ઊંજા આવી કડવા પટેલ તું માઈ જય જય ઉમિયા માં
જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં
જય જય ઉમિયા માં માં પ્રથમ પૂજ્ય ગણેશ તારો
વિઘ્નહર્તા સુત છે તારો કાર્તિકે પણ પુત્ર છે તારો
દેવોનો છે રક્ષણહારો રણચંડી થઈ અસુર સંહાર્યા
શુંભ નિશંભને તે તો માર્યા ચંડ મુંડ તારાથી હાર્યા
મહિષાસુર સંહાર્યા ગૌરી સુંદર વર દેનારિ
અન્નપૂર્ણા અન્નદાતા ભવાની તું મહાકાળી તું
અંબા તું બહુચરવાળી નવદુર્ગાના રૂપ છે ન્યારા
સગળા રૂપ છે માતા તારા સહસ્ત્ર નામમાં ઉમિયા તારા
ભક્તોને મુક્તિ દેનારા જય જય ઉમિયા માં
જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં
જય જય ઉમિયા માં ઉમિયા ઉમિયા તું જ જગ મહામાયા
તેજ સગળા ખેલ રચાયા મોહ પાસ માથે છોડાવ્યા
તારા ચરણોમાં આવ્યા ઉમિયા મહાદુખ હરણારી
ઉમિયા સર્વે સુખ કરનારી ઋદ્ધિ સિદ્ધિમાં તું દેનારી
અખંડ ભંડારો કરનારી અજ્ઞાન તેરા તમસ હરજી
અંતરને આલોકિત કરજે આશીષ તારા સૌ પર વરસે
ભક્ત સાગરના હૈયા હરખે ઉમિયા ચાલી સાજે ગાવે
મનવાંછિત ફળ એ તો પાવે લાલ રતિ ગુણ તારા ગાવે
ભવસાગર સૌ તરી જાય જય જય ઉમિયા માં
જય જય ઉમિયા માં જય જય ઉમિયા માં
જય જય ઉમિયા માં